Posts

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

Image
થોમસ આલ્વા એડિસન      ગ્રામોફોન તથા વીજળીના ગોળા જેવી અજબ શોધો કરનાર મહાન અમેરિકન વૈજ્ઞાનિક એડિસને એક વાર એક નવા યંત્રની શોધ કરી.      થોડા સમય પછી એક ઉત્પાદક કંપનીના માલિકનો એમની ઉપર ફોન આવ્યો: "આપ જલદી અમને મળો, અમારે આપની શોધ ખરીદી લેવી છે."     એડિસન એ શોધ વેચાતી આપવા ચાલ્યા. રસ્તામાં વિચાર કરતા ચાલ્યા કે આ શોધની કિંમત કેટલી માગવી? ઘડીભર એમણે ધાર્યું કે દસ હજાર ડોલર તો માગવા જ.      પરંતુ થોડીક રકઝક તો થાય જ અને ખરીદનાર બહુ ખેંચતાણ કરે તો છ હજાર ડોલર સુધી સોદો પતાવી દેવો.      આખરે તેઓ પેલી કંપનીના માલિક પાસે પહોંચ્યા. એણે એડિસનનો સત્કાર કર્યો અને પૂછ્યું, "સાહેબ, આ શોધ અમે  ખરીદવા માગતા હોઈએ તો કિંમત શી લેશો?"       એડિસને વિનય બતાવતાં કહ્યું, "નહિ, પહેલાં આપ બોલો."        કંપની માલિક એ શોધ હાથ કરવા ખૂબ આતુર જ હતો. એટલે એ બોલ્યો, "વીસ હજાર ડોલર આપું તો?"       એડિસનથી પૂછાઈ ગયું, "વીસ હજાર ડોલર?!"       એડિસનને તો ખરેખર આવડી મોટી રકમનું આશ્ચર્ય થયું હતું અને સવાલ એમના મોંમાંથી નીકળી ગયો હતો. પણ કંપની માલિકને લાગ્યું કે એડિસનને

અરે! - ગુજરાતી પ્રેમકથા

Image
  અરે! - ગુજરાતી પ્રેમકથા:      પદવીદાન (ડિગ્રી માટેના) સમારોહમાં મળેલી અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન)ની ડિગ્રી અને મેડલ લઈને કારમાં સાથે આવેલા પોતાના મિત્ર સાર્થક જોડે ઘરે પહોંચ્યા બાદ સમારોહથી થાકીને લોથપોથ થઈ ગયેલાં અભિનવે સોફા પર આડા પડીને લંબાવ્યું અને સામે ઊભેલા મિત્ર સાર્થકે કંઈ કામ હોય તો રોકાઉં એમ પૂછતાં તેનો આભાર માનતા કહ્યું, તું જઈ શકે છે, ક્યારેક યાદ કરજે અને આવજે પણ. જરાય સંકોચાતો નહીં. આમ પણ હું હવે ઘરે એકલો જ છું.      અભિનવનું દિલ વ્યથિત હતું. આટલાં વર્ષ જે કોલેજને પોતાની જ હોય એમ માનીને અભ્યાસ કર્યો એમાંથી આખરે એણે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે જ વર્ષે અભિનવે યુ.પી.એસ.સી.ની આઇ.એ.એસ.ની પરીક્ષા પણ પાસ કરી હતી. તેથી કોલેજનો અભ્યાસ પૂર્ણ થયાં બાદ નોકરી શોધવાનો કોઈ સવાલ જ ન હતો. અભિનવને વર્ગ-૧નાં એક ઉચ્ચ અધિકારી તરીકે સારી નોકરી મળી ગઈ હતી.      હવે, એકલા એકલા ગૃહજીવનમાં શું કરવું એવાં વિચારથી એ થરથરી ગયો હતો. પરિવારજનોમાં પણ હવે મમ્મી-પપ્પા તો હતાં નહીં! મોટો ભાઈ પણ વિદેશમા નોકરી મળતાં ત્યાં જ લગ્ન કરી ગોઠવાઈ ગયો હતો. નાણાંનો તો કોઈ સવાલ નથી, ક

પટાવાળાના પિતરાઈઓ

Image
પટાવાળાના પિતરાઈઓ રત્નાગિરીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક પારસી  મેજિસ્ટ્રેટ હતા. પોતે કોઈ જ વાહન વસાવેલું નહિ. ક્યાંય જવા-આવવાનું થાય ત્યારે ભાડાની  ઘોડાગાડીનો ઉપયોગ કરે. કોર્ટની દીવાલ પર ટિંગાડેલા ઘડિયાળમાં પાંચના  ડંકા પડ્યા. મેજિસ્ટ્રેટે કેસને અટકાવી દીધો. ચેમ્બરમાં થોડીક પળ આરામ કરી મેજિસ્ટ્રેટ સાહેબે  પટાવાળાને બોલાવ્યો : ‘જો ભાઈ, મારા માટે ભાડાની  એક ગાડી કરી આવ. કોઈ સારો સિગરામવાળો મળે તો  કાયમનું જ એની સાથે નક્કી કરી નાખજે, જેથી રોજરોજ  બોલાવવાની ઝંઝટ તો મટે !' થોડી વાર પછી પટાવાળો એક સિગરામવાળાને  બોલાવી આવ્યો. મેજિસ્ટ્રેટ સાહેબે એમાં બેઠક લીધી. રેવાલ ચાલે ચાલતો સિગરામ થોડી વારમાં તો  મેજિસ્ટ્રેટ સાહેબના બંગલા પાસે આવીને ઊભો રહ્યો. સાહેબની બેગ લઈ પટાવાળો અંદર આવ્યો ત્યારે  સાહેબે પૂછ્યું: 'ભાડાના રોજના કેટલા પૈસા આપવાનાં નક્કી  કર્યા છે ?' ‘સાહેબ , દર ફેરાના આપણે દસ આના આપવાના  નક્કી કર્યા છે. રોજ સમયસર અહીં આવીને ગાડીવાળો  ઊભો રહેશે.’ પટાવાળાના હાથમાં દસ આનાનું પ્રચૂરણ મૂકી,  સાહેબ અંદરના રૂમમાં કપડાં બદલવા ગયા. બહાર આવી પટાવાળાએ પૈસા ચૂકવી દીધા. સિગરામવા

શ્રીકૃષ્ણે રાધા સાથે લગ્ન શા માટે કર્યાં ન હતાં?

Image
   તમે જાણો જ છો કે ભગવાન વિષ્ણુ ધરતી પર ધર્મની રક્ષા કરવા અને અધર્મનો નાશ કરવા વારંવાર અવતરિત થાય છે. તેમજ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મી પણ ધર્મની રક્ષા માટે સહભાગી થવા તેમની સાથે અવતરિત થાય છે.     જ્યારે ભગવાન વિષ્ણુ ત્રેતાયુગમાં રામ થયાં, ત્યારે દેવી લક્ષ્મી સીતા થયાં. એમ જ ભગવાન વિષ્ણુ દ્વાપરયુગમાં કૃષ્ણ થયાં, ત્યારે દેવી લક્ષ્મી રુક્મણી થયાં.    દ્વાપરયુગમાં એક વિદર્ભ નામનું રાજ્ય હતું. તેનાં રાજા ભીષ્મક હતાં. તેમનાં મહેલમાં દેવી લક્ષ્મી રુક્મણી રૂપે અવતર્યા હતાં. પુત્રી રુક્મણીનાં જન્મથી રાજા ભીષ્મક બહુ ખુશ થયા હતાં. પરંતુ રુક્મણીનાં જન્મનાં થોડાં માસ બાદ રુક્મણીને મારી નાખવા માટે રાક્ષસી પુતના રાજા ભીષ્મકનાં મહેલમાં આવી હતી. આ એ જ રાક્ષસી પુતના હતી જેણે કંસના કહેવા પર કૃષ્ણને વિષનુ સ્તનપાન કરાવી મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના સ્તનપાન કરવાથી રાક્ષસી પુતના મૃત્યુને ભેટી હતી. આ પુતનાએ પોતાના વિષયુક્ત સ્તનપાનથી રુક્મણીને પણ મારવાની કોશિશ કરી હતી. પરંતુ રુક્મણીએ રાક્ષસી પુતનાનાં ઘણાં પ્રયત્નો બાદ પણ તેનું સ્તનપાન કર્યું ના હતું.     આ રીતે રાક્ષસ

3. પર્ણમાં પ્રાથમિક પેશી રચના(Primary Tissue Structure in Leaf)

Image
વનસ્પતિશાસ્ત્ર - 302 વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા (Plant Physiology and Plant Ecology) યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I  3.  પર્ણમાં પ્રાથમિક પેશી રચના  (Primary Tissue Structure in Leaf) પર્ણદંડ અને પર્ણફલકમાં પણ મૂળ અને પ્રકાંડની જેમ અધિસ્તરીય પેશીતંત્ર, આધાર  પેશીતંત્ર અને સંવહન કે વાહક પેશીતંત્ર જોઈ શકાય છે. અધિસ્તરીય પેશીતંત્ર અધિસ્તરનું  નિર્માણ કરે છે. ફલકમાં આ પેશીતંત્ર ઉપરી અધિસ્તર અને ઉપરી અધિસ્તર બનાવે છે.  આધાર પેશીતંત્ર આધારપેશી બનાવે છે. પર્ણફલકમાં આ પેશીતંત્ર પર્ણની મધ્યમાં અર્થાત્ બે અધિ સ્તરોની વચ્ચે આવેલું છે. પર્ણફલકમાં આધાર પેશીતંત્રથી બનતી આધારપેશીને મધ્યપર્ણ   પેશી કહે છે. પર્ણમધ્ય પેશીની રચના વિવિધ વનસ્પતિઓનાં પર્ણોમાં વિવિધ પ્રકારની હોય  છે. દ્વિ દળી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓનાં પર્ણોની મધ્યપર્ણ પેશીમાં બે પ્રકારના  કોષો હોય છે. (૧) આ કોષોની આયામ ધરી ઉપરી અધિસ્તરના કોષોને કાટખૂણે રહે છે.  ઉપરી અધિસ્તરની નીચે આવતા આ પેશીના કોષો લાંબા અને પાસે પાસે ગોઠવાયેલા હોય  છે. આ કાષોમાં નીલકણો હોય છે. આવા કોષોથી બનતી પેશીને લંબોતક કે લંબપેશી (palisade ti

૨. પ્રકાંડમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Stem)

Image
વનસ્પતિશાસ્ત્ર - 302 વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા (Plant Physiology and Plant Ecology) યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I  ૨.  પ્રકાંડમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Stem) વનસ્પતિના પ્રકાંડનું પ્રાથમિક કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારાના વહનમાં  તેમજ પર્ણો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકના વહનમાં મદદ કરવાનું છે. પ્રકાંડની રચના આ  કાર્ય માટે અનુકૂળ બને છે. સામાન્ય રીતે પ્રકાંડમાં જોવામાં આવતી પેશીઓ, ત્રણ પ્રકારના  પેશીતંત્રો (tissue systems) ની ૨ચનો કરે છે. (૧) અધિસ્તરીય પેશીતંત્ર (Epidermal tissue system) : આ પેશીતંત્રમાં  અધિસ્તર અને અધિસ્તરના બહિરુભેદોનો સમાવેશ થાય છે. બહિરુદભેદોમાં પ્રકાંડ રોમો,  શલ્કી રોમો (scales) વગેરેનો સમાવેશ થાય છે. પ્રકાંડ વનસ્પતિનો હવામાં આવેલો ભાગ  હોવાથી, અધિસ્તરના કોષોની બહારની દીવાલ ઉપર રક્ષણ માટે ક્યુટિન (Cutin)નું આવરણ  હોય છે. આ આવરણને રક્ષકત્વચા (cuticle) કહેવામાં આવે છે. વાતવિનિમય માટે અધિસ્તરના  કોષોની વચ્ચે છિદ્રો રહે છે, જેઓને પર્ણરંદ્રો કે પર્ણછિદ્રો કહેવામાં આવે છે. (૨) આધાર પેશીતંત્ર (Ground tissue syste

૧. મૂળમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Root)

Image
વનસ્પતિશાસ્ત્ર - 302 વનસ્પતિ દેહધર્મવિદ્યા અને વનસ્પતિ પરિસ્થિતિવિદ્યા (Plant Physiology and Plant Ecology) યુનિટ - ૧ : અંતઃસ્થવિદ્યા - I  ૧. મૂળમાં પ્રાથમિક પેશી રચના (Primary Tissue Structure in Root)    મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ થાય છે. આ કાર્ય કરવા માટે  મૂળના પરિઘવર્તી સ્તરમાંથી એકકોષી મૂળરોમો ઉત્પન્ન થાય છે. મૂળરોમ ધરાવતા આ સ્તરને  રોમસ્તર (pilferous layer) કહે છે. કોઈ પણ મૂળના છેદને તપાસતાં, તેમાં સામાન્ય રીતે  ત્રણ પ્રદેશો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે : (૧) રોમસ્તર, (૨) બાહ્યક (cortax) અને (૩)  મધ્યરંભ (stele).     રોમસ્તર એ પરિઘવતી સ્તર છે, જે એકકોષી મૂળરોમો ધારણ કરે છે. મધ્યરંભ એ મૂળના  છેદમાં જોવામાં આવતો મધ્યનો ભાગ છે. આ પ્રદેશમાં જલવાહિની અને અન્નવાહિની  નામની પેશીઓ હોય છે. બાહ્યક એ મૂળના  છેદમાં આવતો રોમસ્તર અને મધ્યરંભ વચ્ચેનો  ભાગ છે. આ પ્રદેશ મુખ્યત્વે મૃદુતક કે જવિતક કોષયુક્ત (parenchymatous) હોય છે.  બાહ્યક અને મધ્યરંભી વચ્ચે આવતું સળંગ સ્તર અંતઃસ્તર (endodermis) નામે ઓળખાય  છે. અંતઃસ્તર બાહ્ય કનું સૌથી અંદરનું સ્તર છે.    મૂળની સંરચનાત્મક લ

સત્યવ્રત

Image
સત્યવ્રત (એક ચોર ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એવામાં  ચોરને એક જૈન મુનિનો સંપર્ક થાય છે. મુનિ વ્રત લેવાનું કહે  છે. ચોર સત્ય બોલવાનું વ્રત લે છે, રાજમાં ચોરી કરી સત્ય  પુરવાર કરે છે. અને ‘સત્યવ્રત ’ નામ ધારણ કરે છે.) [પાત્રો : ચોરી કરનાર ચોર, ચોરની પત્ની, જૈન  સાધુ (મુનિ), તેમની સાથે બીજા બે મુનિશ્રીઓ, રાજા ,  પ્રધાન, સિપાઈઓ, મુનીમ, રાજદૂત, નગરજનો.] -: પ્રવેશ પહેલો : (જૈન મુનિ વહોરવા નીકળે છે, રસ્તામાં એક જુગારી,  ચોર, દારૂના સેવનવાળો માણસ મળે છે.) ચોર : (જૈન મુનિને હાથ જોડી) મહારાજ, મારે ત્યાં  વહોરવા પધારો. જૈન મુનિ : ભાઈ, તું દારૂ પીએ છે, જુગાર રમે  છે અને ચોરી પણ કરે છે. તેથી તારા ઘેર કેમ વહોરવા  પધારું ? ચોર : (પગમાં પડીને) મહારાજ, તમે કહો તેમ કરવા  હું તૈયાર છું, પણ એક વાર મારા ઘેર પધારો. જૈન મુનિ : ભાઈ, તારે ત્યાં હું વહોરવા પધારી  શકું તેમ નથી, પણ જો તું કંઈ નિયમ લે તો હું આવું ! ચોર : હું નિયમ લઉં પછી તો પધારશોને ! જૈન મુનિ : બોલ, શો નીમ લઈશ ? ચોર : (હસતા-હસતા) મહારાજ ! દારૂ, જુગાર અને  ચોરી છોડવા સિવાય બીજો કોઈ નીમ લેવડાવો.  જૈન મુનિ : (થોડો વિચાર કરીને) ભાઈ,

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !