Posts

Showing posts with the label 😂

સરકાર

Image
સમગ્ર દુનિયામાં અમેરિકનોની સંખ્યા ભલે ઓછી હોય પણ તેમના  રૂપિયા વિશ્વમાં બધે ફરી વળેલા જોવા મળે છે. દેશના અડધા લોકો એમ વિચારતા હોય છે કે સરકાર તેમના માટે કાંઈક  કરશે, જ્યારે બાકીના અડધા લોકોને વિશ્વાસ છે કે સરકાર તેમના માટે કાંઈ  કરશે નહીં. જ્યારે બધા જ ઉપાયો ખતમ થઈ જાય ત્યારે જ સરકાર અને માણસ  સમજણપૂર્વક, ડહાપણ વાપરીને વર્તે છે. બાળકોને એ નથી સમજાતું કે જે દેશ એટમબોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, ન્યુટ્રોન  બોમ્બ અને અનેક મિસાઈલો બનાવે છે તે સૂતળી બોમ્બ, રોકેટ જેવા ફ ટાકડા પર શા માટે પ્રતિબંધ લગાવે છે. જો માતા-પિતા તેમનાં બાળકોને ઘરમાં કાબૂમાં રાખી શકતાં ન હોય તો  પછી સરકાર તેમને શેરીઓમાં કે રસ્તા પર કેવી રીતે કાબૂમાં રાખી શકે? મંદિરો કહે છે કે પૈસા જ બધું નથી જયારે સરકાર કહે છે પૈસા સિવાય  કાંઈ નથી. ખેડૂતોને હરીફોનો ડર નથી પણ તેમને સરકાર અને તેમની નીતિથી  બચવા રક્ષણની જરૂર છે. પહેલાં લોકો કહેતા કે હે ભગવાન અમને બચાવ, હવે લોકો આ વાત  સરકારને કરે છે. અમેરિકાનો પ્રમુખ હર્બટ હુવરે પોતાનો પગાર સરકારને પાછો આપી  દીધો હતો. હવે સરકાર એવી આશા બધા પાસે રાખે છે. સરકારની હવે ચાર શાખાઓ છે (૧) સં

તરસ્યો કાગડો

Image
એક વૃક્ષનાં માળામાં એક કાગડો રહેતો હતો.  એકવાર આ કાગડાને બહુ તરસ લાગી. તે આમતેમ પાણી માટે ફાંફાં મારવા લાગ્યો. થોડાં સમય પછી કાગડાએ દૂર એક પાણીનો કૂવો જોયો. તે ઊડીને કૂવા પાસે ગયો. પણ કૂવાનું પાણી છેક નીચે અને બહુ ઊંડુ હતું. એટલે કાગડો ઊડીને કૂવાની અંદર ગયો. પણ કાગડાને બેસવાની જગ્યા મળી નહીં. એટલે તે કુવાનાં પાણીમાં કૂદી પડ્યો. પણ તેને તરતાં આવડતું ના હતું. પાંખ પણ ભીંજાઈ ગઈ હતી. એટલે કાગડો ઊડી પણ શક્તો ના હતો. તે કારણે કાગડો પાણીમાં કૂદવા-ઉછળવા લાગ્યો. પણ બિચારો કૂદી-કૂદીને કૂવાનાં પાણીમાં મરી ગયો. ટૂંકમાં, એક કાગડો હતો.   તેને તરસ લાગી. તે કૂવા પાસે ગયો અને કૂવામાં કૂદી-કૂદીને મરી ગયો.

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂

Image
" તમારા બધા ભાઈઓ તો બહુ પૈસાવાળા, તમને તો કઈ કામ પણ ના આવડે... તમે તો છે તેવા જ રહેવાના, તમે આવું જ કરશો તો હુું નાસી જઈશ." આવું એક વેંત્યાને તેની પત્ની રોજ વઢે. એટલે આજે રાતના ભાઈઓ જ્યાં જાય ત્યાં હું પણ જવાનો એવું વેંત્યાએ નક્કી કરી નાખ્યું. વેંત્યાના છ ભાઈ ! છયે જણ આખો  દિવસ ઝૂંપડામાં પડીને ઘુવડ જેવાં ઉંઘે ! અને દિવસ આથમે ત્યારે આંખો ઊઘડે ને ઘરથી બહાર નીકળી પડે. છયે ભાઈ ચોર હતાં. છયે જણા જાડા પાડા જેવાં. પણ તેમાં વેંત્યો તો બહુ પતલો એટલે તેને બિચારાને ચોરી કરવાં બિલકુલ પણ ના લઈ જાય. એક વેળા છયે જણા ચોરી કરવાં નીકળ્યાં, વેંત્યાની પત્ની તો આવું શોધ્યા જ કરતી હતી, એટલે તરત જ વેંત્યાને વિચાર કર્યાં વગર ભાઈઓની પાછળ ધકેલી મુક્યો ! વેંત્યો ભાઈઓથી બહુ પાછળ ચાલે. રસ્તામાં ચાલતા હતાં ત્યાં છયે ભાઈઓની નજર વેંત્યા પર પડી. એટલે ત્યાં જ ઉભા રહી ગયાં અને વેંત્યાને સમજાવવા લાગ્યાં, "તું અમારી સાથે નહીં આવ. તારે લીધે અમે પકડાઈ જશું, થોડોઘણો ભાગ તને પણ આપીશું, પણ હમણાં નહીં આવ." વેંત્યો કહે...મને તો કોઈનું મફતનું ના જોઈએ. મારી મહેનતનું જ જોઈએ. તમે આજ સુધી મને શ

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ