Posts

Showing posts with the label 🕉

શ્રીકૃષ્ણે રાધા સાથે લગ્ન શા માટે કર્યાં ન હતાં?

Image
   તમે જાણો જ છો કે ભગવાન વિષ્ણુ ધરતી પર ધર્મની રક્ષા કરવા અને અધર્મનો નાશ કરવા વારંવાર અવતરિત થાય છે. તેમજ ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મી પણ ધર્મની રક્ષા માટે સહભાગી થવા તેમની સાથે અવતરિત થાય છે.     જ્યારે ભગવાન વિષ્ણુ ત્રેતાયુગમાં રામ થયાં, ત્યારે દેવી લક્ષ્મી સીતા થયાં. એમ જ ભગવાન વિષ્ણુ દ્વાપરયુગમાં કૃષ્ણ થયાં, ત્યારે દેવી લક્ષ્મી રુક્મણી થયાં.    દ્વાપરયુગમાં એક વિદર્ભ નામનું રાજ્ય હતું. તેનાં રાજા ભીષ્મક હતાં. તેમનાં મહેલમાં દેવી લક્ષ્મી રુક્મણી રૂપે અવતર્યા હતાં. પુત્રી રુક્મણીનાં જન્મથી રાજા ભીષ્મક બહુ ખુશ થયા હતાં. પરંતુ રુક્મણીનાં જન્મનાં થોડાં માસ બાદ રુક્મણીને મારી નાખવા માટે રાક્ષસી પુતના રાજા ભીષ્મકનાં મહેલમાં આવી હતી. આ એ જ રાક્ષસી પુતના હતી જેણે કંસના કહેવા પર કૃષ્ણને વિષનુ સ્તનપાન કરાવી મારી નાખવાની કોશિશ કરી હતી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના સ્તનપાન કરવાથી રાક્ષસી પુતના મૃત્યુને ભેટી હતી. આ પુતનાએ પોતાના વિષયુક્ત સ્તનપાનથી રુક્મણીને પણ મારવાની કોશિશ કરી હતી. પરંતુ રુક્મણીએ રાક્ષસી પુતનાનાં ઘણાં પ્રયત્નો બાદ પણ તેનું સ્તનપાન કર્યું ના હતું.     આ રીતે રાક્ષસ

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - આ ત્રણે દેવોમાં સર્વશ્રેષ્ઠ દેવ કોણ?

Image
એકવાર  સરસ્વતી નદીના કિનારે સર્વ ઋષિઓ યજ્ઞ કરવા બેઠા, ત્યારે  તેમને જાણવાની ઇચ્છા થઈ કે ત્રણે દેવોમાં કોને મોટા ગણવા?  આ માટે તેમણે બ્રહ્માના પુત્ર ભૃગુઋષિને તપાસ કરવા મોકલ્યા. ભૃગુઋષિ પ્રથમ બ્રહ્માજીની  સભામાં જઈ પ્રણામ કે સ્તુતિ  કર્યા નહિ, તેથી બ્રહ્માજી ક્રોધાયમાન થયા, પણ પોતાનો પુત્ર  જાણી ક્રોધને વશમાં કર્યો.  ત્યાંથી ભૃગુઋષિ કૈલાસ પર ગયા. શં કર ભગવાને ઊભા થઈ તેમને ભેટવાની તૈયારી કરી, પણ ભૃ ગુઋષિએ તેમને 'તું તો અવળે માર્ગે જનારો છે.' એમ કહી  ભેટવાની ઇચ્છા ન કરી. તેથી શંકરજી ત્રિશૂળ ઉગામી તેનો નાશ  કરવા તૈયાર થયા, પણ પાર્વતીજીએ તેમને શાંત કર્યા. ભૃગુઋષિ ત્યાંથી વૈકુંઠ ગયા, ત્યારે વિષ્ણુ ભગવાન  લક્ષ્મીજીના ખોળામાં સૂતા હતા. ભૃગુઋષિએ તેમને છાતીમાં  લાત મારી, એટલે ભગવાને ઊભા થઈ તેમને પ્રણામ કરી,  વિનયપૂર્વક બેસાડી પગચંપી કરતા બોલ્યા : “હે બ્રહ્મન્! આપના  અત્યંત કોમળ પગને મારી કઠોર છાતીમાં પાટુ મારવાથી આપના  પગમાં વાગ્યું તો નથી ને?''  ભગવાન વિષ્ણુની વાણી સાંભળી ભૃગુ શાંત અને તૃપ્ત થયા.  તેમનાં નેત્રોમાં આંસુ આવી ગયા.  તેઓ પાછા સરસ્વતી નદીના  કિનારે પાછા આવ

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ