Posts

Showing posts with the label 👩‍❤️‍👨

અરે! - ગુજરાતી પ્રેમકથા

Image
  અરે! - ગુજરાતી પ્રેમકથા:      પદવીદાન (ડિગ્રી માટેના) સમારોહમાં મળેલી અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન)ની ડિગ્રી અને મેડલ લઈને કારમાં સાથે આવેલા પોતાના મિત્ર સાર્થક જોડે ઘરે પહોંચ્યા બાદ સમારોહથી થાકીને લોથપોથ થઈ ગયેલાં અભિનવે સોફા પર આડા પડીને લંબાવ્યું અને સામે ઊભેલા મિત્ર સાર્થકે કંઈ કામ હોય તો રોકાઉં એમ પૂછતાં તેનો આભાર માનતા કહ્યું, તું જઈ શકે છે, ક્યારેક યાદ કરજે અને આવજે પણ. જરાય સંકોચાતો નહીં. આમ પણ હું હવે ઘરે એકલો જ છું.      અભિનવનું દિલ વ્યથિત હતું. આટલાં વર્ષ જે કોલેજને પોતાની જ હોય એમ માનીને અભ્યાસ કર્યો એમાંથી આખરે એણે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે જ વર્ષે અભિનવે યુ.પી.એસ.સી.ની આઇ.એ.એસ.ની પરીક્ષા પણ પાસ કરી હતી. તેથી કોલેજનો અભ્યાસ પૂર્ણ થયાં બાદ નોકરી શોધવાનો કોઈ સવાલ જ ન હતો. અભિનવને વર્ગ-૧નાં એક ઉચ્ચ અધિકારી તરીકે સારી નોકરી મળી ગઈ હતી.      હવે, એકલા એકલા ગૃહજીવનમાં શું કરવું એવાં વિચારથી એ થરથરી ગયો હતો. પરિવારજનોમાં પણ હવે મમ્મી-પપ્પા તો હતાં નહીં! મોટો ભાઈ પણ વિદેશમા નોકરી મળતાં ત્યાં જ લગ્ન કરી ગોઠવાઈ ગયો હતો. નાણાંનો તો કોઈ સવાલ નથી, ક

કિશોરીઓને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો

Image
૧. માસિક એટલે શું? છોકરી જ્યારે ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરે પહોંચે તે સમયે મગજમાં  રહેલ પીટ્યુટરી ગ્રંથીમાંથી નીકળતા અંતસ્ત્રાવો (હોમન્સ) એટલે FSH ફોલીકલ,  (સ્ટીમ્યુલેટીંગ હાર્મોન) અને LH (લ્યુટીલાઇઝીંગ હાર્મોન)  અંતઃસ્ત્રાવોની અસરથી  બીજાશયમાં સ્ત્રીબીજ પરીપક્વ થાય છે. જો સ્ત્રીબીજ અને પુરુષબીજ મળે  તો તેમાંથી બનતા ગર્ભને ગર્ભાશયમાં યોગ્ય સ્થાન આપવા ગર્ભાશયની  ગાદી જાડી થઈ જાય છે, પરંતુ પુરુષબીજ ન મળવાથી સ્ત્રીબીજ મરી જાય  છે એટલે ગર્ભાશયની ગાદી ખરીને ગર્ભાશયમાંથી કાયા વાટે માસિક રૂપે  બહાર આવે છે. ગર્ભાશયની ગાદીમાંથી થતાં આ સ્ત્રાવને માસિક સ્ત્રાવ કહે છે.  તે સ્ત્રાવ દર મહિને થતો હોવાથી તેને માસિક કહે છે. તે કુદરતી છે.  દરેક સ્ત્રીને આવે છે. ૨. માસિક દરમ્યાન પેટમાં કેમ દુઃખે છે? ગર્ભાશયમાંથી લોહી આવે ત્યારે ગર્ભાશયનું સંકોચન થવાથી થોડો  દુખાવો થાય છે તે સામાન્ય છે.  કોઈને ખૂબ દુખાવો થાય તો ડૉક્ટરને બતાવવું. માસિક દરમ્યાન મોટે  ભાગે પેઢુમાં ભારેપણું, વધારે પેશાબ, બેચેની, ચીડીયાપણું, પગ, માથું દુ:ખે,  વગેરે. તકલીફો શરૂઆતના બે દિવસ થાય છે. જરૂર પડે દુ:ખાવાની ગોળી  લેવી. ગરમ પાણીની

કિશોરોને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો

Image
૧. વીર્ય એટલે શું ? એની અગત્યતા સમજાવો અને એનાથી કઈ મુશ્કેલી  થાય? કિશોરાવસ્થામાં પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન નામનાં અંતઃસ્ત્રાવથી વીર્યગ્રંથીમાં  સફેદ રંગનું વીર્ય બને છે. શુક્રપીંડમાં શુક્રકોષ (પુરુષબીજ) બને છે, જેથી  પુરુષોમાં આવેલ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ ચીકણો સ્ત્રાવ ભળે છે. આ પુરુષબીજ જાતિય ઉત્તેજના વખેત વીર્યમાં આવીને બહાર આવે છે. ૨. મૂત્ર સાથે વાત) સફેદ પ્રવાહી જવું તેની સારવાર જરૂરી છે? ના, તે કોઈ રોગ નથી, તે જે પેશાબની નળીની આજુબાજુ ગ્રંથી આવેલી  છે તેનો સ્ત્રાવ છે. (સ્પેશ્મા) તે ઘણી વખત પેશાબ માટે જોર કરવાથી  અથવા દબાણમાં આવવાથી પણ સાથે પડે છે. સફેદ પાણી. (ઘાત)ની દવા  અહીં મળશે તેવી જાહેરાત એ સાવ ખોટી છે, પરંતુ પીળા રંગનું પ્રવાહી  (ઘાત) હોય તો સારવાર કરાવવી જરૂરી છે. ૩. સેક્સ ઉત્પન્ન થાય તો શું કરવું? મનને બીજી તરફ વાળવું. સેક્સ ઉત્પન્ન થાય તેવા પિક્ચર ના જોવા  પણ સારું વાંચન કરવું, કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ, રમત-ગમત વગેરે. કરવું. ૪. હસ્તમૈથુન લગ્ન પછી કરી શકાય? લગ્ન પહેલા કે પછી કરી શકાય, તે એક સામાન્ય ક્રિયા છે. તે બીજા  પાર્ટનરમાં બિમારી તથા જુદા રહેવાના સમય દરમ્

સાચું સૌંદર્ય - ગુજરાતી પ્રેમકથા

Image
આ વાત જાપાન દેશની છે. ઘણાં સમય પહેલાં જાપાનનાં એક ગામમાં એક ગરીબ ખેડૂત પરિવાર રહેતો હતો. પરિવારમાં ખેડૂત પોતે અને તેની પત્ની હતી. તેઓ ખેતમજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. અને માંડ પોતાનાં ઘરનું ગુજરાત ચલાવતાં હતાં. થોડાં વર્ષો બાદ તેમનાં ઘરે રૂપરૂપનાં અંબાર જેવી એક દીકરી જન્મી. ખેડૂત યુગલ દિકરીના જન્મથી બહુ ખુશ થયાં. તેમણે દીકરીનું નામ મિમોસા રાખ્યું. જેનો જાપાનીઝ ભાષામાં અતિશય સુંદર એવો અર્થ થાય છે. પરંતુ ગરીબ પરિવાર હોવાથી ખેડૂત યુગલ પોતાની સુંદર દિકરીને પૂરતાં લાડ લગાવી શકતાં ન હતાં. મિમોસા ગરીબ પરિવારમાં જન્મી હોવા છતાં સુંદર, સુશીલ અને સંસ્કારી હતી. મિમોસાનું બાળપણ વિત્યા પછી તે યુવાનીની ઉંમરે આવી ગઈ અને એક સુંદર યુવતી બની ગઈ. મિમોસા પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવવાં માટે તે પણ પોતાનાં માતાપિતા સાથે અન્ય લોકોનાં ખેતરે ખેતમજૂર તરીકે કાર્ય કરવા લાગી. તે ખેતરમાં અન્ય કરતાં વધુ મહેનત કરતી હતી. આ બાજુ ખેડૂતને ચિંતા સતાવવા લાગી. મારી દીકરીની ઉંમર પરણવાલાયક થઈ ગઈ છે. પણ અમે જેમ-તેમ કરીને પોતાનાં ઘરનું ગુજરાત ચલાવીએ છીએ. તો અમારી દીકરીને સારો અને પૈસાદાર પતિ કેવી

Hush! - Love Story

Image
'Your personality is so strong that any girl would look at you and go flat! And you say you haven't had an affair with anyone? Shreya asked a little excitedly and then said, Liar! ' 'If Shreya, everything else will work but Liar won't work! There is only one capital of our life. One can make any allegation, but no one can make an accusation of lying! Don't you understand? ' Ashesh spoke excitedly. 'OK. Baba! Sorry! But to be honest, you can't digest it! ' 'Let me give you the details for you to swallow! If there have been four girls like this in my life, but there was no affection for anyone other than one of them. It's been four years since the break-up with the one for whom the affair took place and she has missed the marriage. There has never been an effect for anyone since then. ' 'It's been three years since you joined college, so your girlfriend was in school?' Shreya took stock. 'It's a long story, I'

હાશ! - ગુજરાતી પ્રેમકથા

Image
‘તારું વ્યક્તિત્વ એવું જોરદાર છે કે કોઈપણ છોકરી તને જોઈને ફ્લેટ થઈ જાય! અને તું કહે છે કે તારે કોઈની સાથે અફેક્શન જ નથી થયું? શ્રેયાએ જરાક આવેશથી પૂછયું અને પછી બોલી, લાયર!’ ‘જો શ્રેયા, બીજું બધું ચાલશે પણ લાયર નહીં ચાલે! આપણા જીવનની એક જ તો મૂડી છે. કોઈ ગમે તેવો આક્ષેપ કરી શકે, પરંતુ જુઠ્ઠું બોલવાનો આરોપ તો કોઈ જ મૂકી શકે એમ નથી! તું પણ નહીં સમજી?’ અશેષ આવેશથી બોલી ગયો. ‘ઓકે. બાબા! સોરી! પણ સાચું કહું, તારી વાત હજમ નથી થતી!’ ‘તારા ગળે ઊતરે એ માટે વિગતોની ફાકી આપું! જો મારા જીવનમાં આમ તો ચારેક છોકરીઓ આવી ગઈ છે, પરંતુ એમાંથી એકને બાદ કરતાં બીજા કોઈ માટે અફેક્શન નહોતું થયું. જેના માટે અફેક્શન થયું હતું એની સાથે બ્રેક-અપ થયાને ચાર વર્ષ થઈ ગયાં છે અને એ પરણી ચૂકી છે. એ પછી કદી કોઈનાય માટે અફેક્શન નથી થયું.’ ‘તને કોલેજમાં જોડાયાને ત્રણ વર્ષ થયાં, એટલે કે તારી એ ગર્લફ્રેન્ડ સ્કૂલમાં હતી?’ શ્રેયાએ હિસાબ માંડયો. ‘લાંબી વાત છે, ફરી ક્યારેક કહીશ! યાર! કોઈ બીજી વાત કરીએ! હું ગેટમાંથી અંદર આવ્યો ત્યારે તને જોઈને ખુશ થયો હતો કે હાશ! બોર નહીં થઉં. એને બદલે તું જ બોર કરવા લાગી!’ અશેષ જરાય જુઠ

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ