આને હું શું કહું?

      એકવાર હું હિન્દી તીસરીની પરીક્ષા આપવા રવિવારે સવારે અમારી સ્કૂલમાં ગયો હતો. હું સ્કૂલની બહાર એક નાની રસ્તાની પાસેની દીવાલ પર બેઠો હતો. તે દિવસે અન્ય વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા આવી રહ્યાં હતાં. હું મારા મિત્રોની રાહ જોઈ રહ્યો હતો. થોડીવાર પછી એક સુંદર છોકરી મારી તરફ આવી રહી હતી. હું તેની તરફ તે આકર્ષિત હોવાનાં કારણે સહજ રીતે આકર્ષાયો હતો. મારા હૃદયનાં ધબકારા જેમ તે મારી નજીક આવી રહી હતી તેમ વધી રહ્યા હતાં. હું એકીટશે તેને જોઈ રહ્યો હતો. જ્યારે તે મને જોતી ત્યારે હું શરમાઈને નીચું માથું કરી લેતો. મારું આખું શરીર રોમાંચિત થઈ ગયું હતું. મને લાગ્યું કે તે છોકરી કરતાં વધારે સુંદર છોકરી મેં કદી જોઈ ન હતી.

       મને નવાઈ તો ત્યારે લાગી જ્યારે મને ખબર પડી કે તે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવા છતાં મને ખબર ના પડી. કદાચ હું વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો અને તે સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હોવાથી મને ખબર ન પડી હોય. તે મારી એકદમ નજીક આવીને ઊભી રહી. થોડીવાર તો તે પણ કદાચ શરમ અનુભવી રહી હોવાથી ચૂપચાપ ઊભી રહી.

        પછી તેણે મને અચાનક રીતે પૂછયું કે, "ભાઈ, તમે પણ હિન્દી તીસરીની પરીક્ષા આપવા આવ્યાં છો કે?" હું તો "ભાઈ" શબ્દ સાંભળીને હેબતાઈ ગયો. હવે હું શું બોલું. મારું મન બેચેન થઈ ગયું. પણ મેં પછી સ્વસ્થ થઈને તેને હા એમ કહ્યું. તે હજુ પણ ત્યાં જ ઊભી હતી. ત્યારબાદ ત્યાંથી હું ઊઠીને ચાલ્યો ગયો. હું નિરાશ હતો.

        પરીક્ષા આપ્યા બાદ હું ઘરે પહોંચ્યો. આખી રાત તેનો સુંદર ચહેરો જ મનમાં આવતાં હું આખી રાત ઊંઘી ના શક્યો. પછી મેં સવારે નિર્ણય કર્યો કે મારે તેને હંમેશ માટે ભૂલી જવી જોઈએ. તે પછી તે જ્યારે પણ મને અમારી સ્કૂલમાં દેખાય ત્યારે હું હંમેશા તેમાં અને અન્ય છોકરીઓમાં ખોડખાંપણ શોધવાની કોશિશ કરતો. કદાચ તેથી જ સ્કૂલ કે કોલેજની કોઈ છોકરી મારી ગર્લફ્રેન્ડ નથી. અને હું સમજુ છું કે તે સુંદર હોવાથી હું કદાચ તેની તરફ આકર્ષાયો હતો પણ હું ચોક્કસ રીતે કહી શકું કે મને તેનાં પ્રત્યે પ્રેમ ના હતો.


        આ વાતને ઘણાં દિવસો વીતી ગયાં. મારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા બાદ કોરોનાનાં કારણે લોકડાઉન થઈ જવાને કારણે હું મોબાઈલ વધારે પડતો વાપરવા લાગ્યો. મારા મોબાઈલ પ્રત્યેનાં વધારે શોખને કારણે તેની માહિતીઓ માટે ટ્વિટર જેવી સોશિયલ મીડિયા એપ વાપરવા લાગ્યો. ત્યાં ઓનલાઈન મારી મુલાકાત એક છોકરી સાથે થઈ. અને સદભાગ્યે એ પણ ગુજરાતી જ હતી. મેં એનો ચહેરો કોઈ દિવસ જોયો ન હતો. હા તેણે મારો ચહેરો મારા પ્રોફાઇલ ઇમેજમાં જોયો હતો.

        મને ખબર ના હતી કે તે સુંદર છે કે નહીં? કેવી હશે? હું આવું બધું વિચાર્યા કરતો. પણ એની સાથે પર્સનલ મેસેજ કરતાં મને એનાં વિચારોએ બહુ પ્રભાવિત કર્યા. મેં પછી વિચાર્યું કે તેનો ચહેરો જેવો હશે તેવો, સામાન્ય હોય તો પણ વાંધો નથી. પણ મારે આવી જ છોકરી જોઈએ છે. એની સાથે આ રીતે એકબીજા સાથે મેસેજ કરતાં ઘણાં દિવસો વીતી ગયાં.

          કોઈ કોઈ વાર કોઈ કારણસર એકબીજા સાથે સમયસર વાતચીત ના થતાં નાનાં અણબનાવ પણ થતાં. પરંતુ તેનાથી અમારી વાતચીત પર કે અમારા એકબીજા પ્રત્યેનાં લગાવને અસર ના થઈ. મને પણ હવે એને મળવાની અધીરાઈ થવા લાગી. એક મારા નજીકનાં વ્યક્તિની સલાહ લઈને તે છોકરીને આપણે ક્યારે સાથે મળી છું? એમ પૂછ્યું. તેણે મને રવિવારે તેણે કહેલાં સ્થળે મળવાં આવવાં કહ્યું. હું ત્યારબાદ રવિવારે તેણે કહેલાં સ્થળે મળવાં પણ ગયો. તે શહેર મારા માટે નવું હતું. હું ત્યારબાદ ગુગલ મેપમાં જોઈને તેણે જે સ્થળ કહ્યુ હતું, ત્યાં મળવા ગયો. તેને પહેલીવાર જોઈને હું એનાં પ્રત્યે વધું પ્રભાવિત અને આકર્ષિત થયો. નવાઈની વાત એ હતી કે તે મેં જે સ્કૂલની છોકરીની વાત કરી હતી. તેનાં કરતાં પણ ઘણી સુંદર હતી. પણ આ વખતે હું શરમાયો તો નહીં. પણ નર્વસ થઈ ગયો. એટલે થોડાં સમય સુધી કંઈ બોલી ના શક્યો પણ પછી હિંમત કરીને તેની સાથે સામસામે વાતચીત શરૂ કરી.

         તેની સાથે મેં ઘણો સમય પસાર કર્યો. હું એ પળોને કદી ભૂલી શકતો નથી. અને સાચું કહું તો હું તેનામાં કોઈ ખોડખાંપણ ના શોધી શક્યો. હું તેનાં સ્વભાવ અને ચહેરાની સુંદરતાને ભૂલી શકતો નથી. ત્યાંથી ઘરે પાછા જવાનું પણ મન ના થયું પણ છેવટે હું થોડો નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. હવે અમે કોઈ કોઈ વાર એકબીજાને સમય મળે તો જરૂર મળતાં. જે હજુ પણ યથાવત છે. મને એ વાતનો ગર્વ છે કે મારી જે આ ગર્લફ્રેન્ડ છે તેને મેં એની સુંદરતા કે રૂપથી અંજાઈને નહીં પણ તેનાં ગુણો અને સ્વભાવ જોઈને પસંદ કરી છે. જેમાં કદાચ મારે એનાં પ્રત્યે પ્રેમ કે લગાવ પણ હોઈ શકે. એની સાથે એકવાર હાલમાં જ સાપુતારા જઈ આવ્યો છું. 


Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !