વન્યજીવન - અજાયબી પમાડે તેવી હકીકતો


૧. જરખના જડબાં એટલાં મજબૂત હોય છે કે તે હાડકાંને પણ ચાવી શકે છે.

૨. વરુ ૪.૫ મી. સુધીનો (૧૫ ફુટ) કૂદકો મારી શકે છે અને પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે.

૩. સસ્તન વર્ગના કુલ ૪૨૩૦ જાતનાં પ્રાણીઓ ઓળખાયેલાં છે.

૪. જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય ૭૦ દિવસનો હોય છે.

૫. સ્લોથ બેર - રીંછનો સામાન્ય ખોરાક ઉધઈ અને ફળો હોય છે.

૬. રીછનું તાજું જન્મેલું બચ્ચું વાળરહિત હોય છે અને તેની આંખો બીડેલી હોય છે.

૭. જન્મ પછી રીંછના બચ્ચાની આંખો એક મહિના સુધી બંધ રહે છે.

૮. રીંછનો વ્યાપ હિમાલયની તળેટીથી શરૂ કરી સમગ્ર ભારતમાં છે.

૯. પશ્ચિમ હિમાલયમાં તપખીરિયા રંગના શરીર ઉપર વાળ ધરાવતું રીંછ બ્રાઉન બીયર છે.

૧૦. એશિયાઈ કાળું રીછ જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી છે.

૧૧. મલાયન સન બીયર (રીંછ)નો આવાસ ઉત્તર-પૂર્વ ભારતનો પ્રદેશ છે.

૧૨. ભારતભરમાં ૪ પ્રકારનાં રીંછ જોવા મળે છે.

૧૩. ભારતમાંનું સૌથી નાનું રીંછ ‘મલાયન સન બીયર’ છે.

૧૪. ભારતમાં ‘બ્રાઉન બીયર’ નામનું રીંછ સૌથી વધુ ઊંચાઈએ રહેનારું રીંછ છે.

૧૫. શ્વાનકુળનું ફકત એક જ પ્રાણી ‘બૅટ ઈયર્ડ ફોકસ' કીટકો ઉપર નભે છે.

૧૬. આફ્રિકાના જંગલી કૂતરા જયારે તેનો શિકાર જીવતો હોય ત્યારે પણ ખાવાનું ચાલુ કરી શકે છે.

૧૭. કૂતરાની ઉત્ક્રાંતિ વરુમાંથી થયેલ છે.

૧૮. રીંછની ચાલને ‘પ્લેન્ટિગ્રેડ' પ્રકારની ગણવામાં આવે છે.

૧૯. Spectacled bear - ચમેશાહી રીંછ એક એવું રીંછ છે કે જે પૃથ્વીના ફકત દક્ષિણ ગોળાર્ધમાં જ જોવા મળે છે.

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !