વન્યજીવન - જાણવા જેેવું૧. કાર્નિવોરા (Carnivora) ગણ (Order)નું નાનામાં નાનું પ્રાણી લિસ્ટ વીઝલ (Last Weasel) (Mustela Vivalis) છે, જેનું માથું અને શરીરનું કદ ૧૩૫-૮૫ મી.મી., પૂંછડી ૩૦-૪૦ મી.મી. અને વજન ૩૫-૩૦ ગ્રામ હોય છે. જયારે આ ગણમાં મોટામાં મોટું ગ્રીઝલી અથવા બદામી રીછ કે જે દક્ષિણ અલાસ્કાના દરિયા કિનારા તરફ જોવા મળે છે. તેનું માથું અને શરીરની લંબાઈ ૨૮૦૦ મી.મી. અને વજન ૭૮૦ કિલો સુધીનું હોય છે. 

૨. ઘણાં કાર્નિવોરા (Carnivora) કે જેમાં શ્વાન અને બિડાલ કુળનો સમાવેશ થાય છે. તે ડીજીટીગ્રેડ (Degitigrade) હોય છે. એટલે કે તે તેમના અંગુઠાઓ ઉપર ચાલતા હોય છે. જયારે ઉર્સીડ (દાત. રીંછ) પ્લેન્ટીગ્રેડ (Plentigrade) હોય છે. એટલે કે તેઓ પગની એડી જમીન ઉપર અડે તે રીતે ચાલતાં હોય છે.

૩. ફેનેક ફોકસ (Fenned Fox) નામની લોંકડી કે જે મોરોક્કો, નાઈજિરિયા, ઈજિપ્ત અને સુદાન દેશોમાં થાય છે તે સ્થાનકુળનાં પ્રાણીઓમાં સૌથી નાનામાં નાનું પ્રાણી છે કે જેનું માથું અને શરીરની લંબાઈ ૩૫૭-૪૦૭ મી.મી., પૂંછડી ૧૭૮-૩૫૦ મી.મી. અને વજન ૧.૦ થી ૧.૫ કિલો જેટલું હોય છે, તેના કાન ૧૦૦ થી ૧૫૦ મી.મી. લાંબા હોય છે.

૪. નાર અથવા વરુ શ્વાનરકુળનું સૌથી મોટું પ્રાણી છે અને તેના માથા સાથે શરીરની લંબાઈ ૧૦૦૦ થી ૧૬૦૦ મી.મી. સુધીની, પૂંછડી ૩૫૦ થી ૫૬૦ મી.મી. સુધીની હોય છે.

૫. વરુ ૮ કિ.મી. / કલાકની ગતિથી ચાલે છે અને પ૫ થી ૭૦ કિ.મી. કલાકની ગતિથી દોડી શકે છે અને આ ગતિ તે ૨૦ મિનિટ સુધી જાળવી શકે છે.

૬. સ્લોથ બીયરના માથા સાથે શરીરની લંબાઈ ૧૪૦૦-૧૮૦૦ મી.મી., પૂંછડી ૧૦૦-૧૨૫ મી.મી. અને ખભા સુધીની ઊંચાઈ ૬૧૦ થી ૯૧૫ મી.મી.ની હોય છે. વજન પપ થી ૧૪૫ કિ. ગ્રામ હોય છે.

Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !