કિશોરોને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો૧. વીર્ય એટલે શું ? એની અગત્યતા સમજાવો અને એનાથી કઈ મુશ્કેલી થાય?
કિશોરાવસ્થામાં પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન નામનાં અંતઃસ્ત્રાવથી વીર્યગ્રંથીમાં સફેદ રંગનું વીર્ય બને છે. શુક્રપીંડમાં શુક્રકોષ (પુરુષબીજ) બને છે, જેથી પુરુષોમાં આવેલ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ ચીકણો સ્ત્રાવ ભળે છે. આ પુરુષબીજ
જાતિય ઉત્તેજના વખેત વીર્યમાં આવીને બહાર આવે છે.

૨. મૂત્ર સાથે વાત) સફેદ પ્રવાહી જવું તેની સારવાર જરૂરી છે?
ના, તે કોઈ રોગ નથી, તે જે પેશાબની નળીની આજુબાજુ ગ્રંથી આવેલી છે તેનો સ્ત્રાવ છે. (સ્પેશ્મા) તે ઘણી વખત પેશાબ માટે જોર કરવાથી અથવા દબાણમાં આવવાથી પણ સાથે પડે છે. સફેદ પાણી. (ઘાત)ની દવા અહીં મળશે તેવી જાહેરાત એ સાવ ખોટી છે, પરંતુ પીળા રંગનું પ્રવાહી (ઘાત) હોય તો સારવાર કરાવવી જરૂરી છે.

૩. સેક્સ ઉત્પન્ન થાય તો શું કરવું?
મનને બીજી તરફ વાળવું. સેક્સ ઉત્પન્ન થાય તેવા પિક્ચર ના જોવા પણ સારું વાંચન કરવું, કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ, રમત-ગમત વગેરે. કરવું.

૪. હસ્તમૈથુન લગ્ન પછી કરી શકાય?
લગ્ન પહેલા કે પછી કરી શકાય, તે એક સામાન્ય ક્રિયા છે. તે બીજા પાર્ટનરમાં બિમારી તથા જુદા રહેવાના સમય દરમ્યાન જાતીય ઉત્તેજના દૂર કરવાનો સરળ ઉપાય છે. તેનાથી અંગમાં વળાંક કે અનિયમિતા આવતી નથી. તેના માટે કોઈ સારવારની જરૂર નથી.

૫. હસ્તમૈથુન/મુઠીયા મારવાથી ચીક કેવી રીતે બહાર નીકળે છે?
હસ્તમૈથુનથી ઉત્તેજીત થઈ વીર્યગ્રંથીમાં રહેલ વીર્ય મૂત્રનળીમાંથી બહાર નીકળે છે. હસ્તમૈથુન હાનીકારક નથી. એક જાતિય ઉત્તેજનાને દુર કરવાનો સરળ (સલામત) ઉપાય છે. અનિચ્છનીય ગર્ભ, જાતીયરોગો, એઇડ્સને દૂર
રાખવાનો સરળ ઉપાય છે. સમાજમાં જાતીય ગુના (રેપ-છેડતી) રોકવામાં પણ ફાળો આપી શકે છે.

૬. વધુ પડતું હસ્તમૈથુન કરવાથી કોઈ નુકશાન થાય?
તેનું કોઈ જ માપ નથી. નબળાઈ તેને લીધે આવતી નથી, તેમાં એવા કોઈ જ સ્નાયુઓ નથી કે જેથી તે થાકી નબળુ બની જાય. (જેમ જીભ વાપરવાથી નબળી કે ન વાપરવથી મજબુત બનતી નથી) વીર્ય તપાસ કે અંતઃસ્ત્રાવની તપાસમાં પણ કોઈ નબળાઈ જણાતી નથી, પરંતુ અતિ માત્રા કોઈપણ પ્રવૃત્તિ માટે હાનિકારક નીવડે છે. માનસિક અસર થાય છે. મન ઉદાત્ત, સારા વિચારોથી દૂર રહી સેક્સના વિચારોમાં રહે છે.

૭. સ્વપ્ન દોષ કેમ થાય છે?
રાત્રે ઘાત જવી તે રોગ નથી, તે સામાન્ય ક્રિયા જ છે. જુવાનીમાં છોકરાઓને ઊંઘમાં રોમાંચક સપના આવે ત્યારે આવું થાય છે. તે કિશોરાવસ્થાથી જોવા મળે છે. તે લિંગ ઉત્તેજીત થવાથી સ્વપ્ન જોડે થતું હોય છે અને બીજું નવું બન્યા કરે છે. તેના પછી નબળાઈ જેવું લાગવું તે પણ સામાન્ય છે. કોઈપણ રીતના વીર્યસ્ત્રાવ પછી જરાક નબળાઈ તે નોર્મલ છે તે કોઈ રોગનું લક્ષણ નથી.


૮. લગ્ન પછી બાળક કેમ ઉત્પન્ન થાય છે ? સ્ત્રીના યોનીમાર્ગમાં વીર્ય પડે બાળક કેમ થાય?
પુરુષનાં વીર્યમાં પુરુષબીજ હોય છે. સ્ત્રીમાં સ્ત્રીબીજ તેના અંડકોષમાંથી છુટા પડે છે. સ્ત્રીના યોનીમાર્ગમાંથી પુરુષબીજ સ્ત્રીના બીજનળીમાં આવેલ સ્ત્રીબીજને મળે છે અને તેનાથી ગર્ભ બને છે. પછી તે ગર્ભાશયમાં આવી મોટું થાય છે. ગર્ભ બાળક બને છે. બીજમાંથી ફળ નવું બને તેવું જ.

૯. પ્રજનન અંગની નોર્મલ લંબાઈ / જાડાઈ કેટલી જરૂરી?
દરેક પુરુષમાં તે અલગ અલગ હોય છે. પુરુષ પ્રજનન અંગમાં નાનું મોટું હોવાથી કોઈ ફેર પડતો નથી પરંતુ જાતીય ઉત્તેજના વખતે ટટ્ટાર થવું જરૂરી છે. સ્ત્રીમાં જાતીય ઉત્તેજના અનુભવતો ભાગ ક્લાયટોરીસ હોય છે. જે બાહ્ય પ્રજનનતંત્રમાં હોયછે. યોનીમાર્ગની લંબાઈ ૧૦ સેમી. જેટલી
ઉત્તેજના માટે પુરતી છે. પરંતુ કેટલીક ખોટી માન્યતા હોય છે. લાંબુ અંગ વધુ ઉત્તેજના માટે જરૂરી છે. જો લિંગ ટટ્ટાર ન થતું હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. નપુસંકતા હોઈ શકે. શરીર તથા જાતિય અંગો વચ્ચે જાડાઈ તથા લંબાઈની કોઈ સામ્યતા હોતી નથી. તે વારસાગત હોય છે.

૧૦. શુક્રપિંડ શું કામ કરે છે?
શુક્રપિંડને અંગ્રેજીમાં ટેસ્ટીઝ કહે છે. વૃષણ કોથળીમાં બે ટેસ્ટીજ હોય છે. તે પુરુષોમાં જાતીય અંતઃસ્ત્રાવ પેદા કરે છે. શુક્રપિંડમાં પેદા થતું ટેસ્ટોર્સેંટોરન તરૂણ અવસ્થા દરમ્યાન બાળકના શરીરમાં ફેરફારો લાવે છે. આ શુકપિડમાં સતત પુરુષબીજ બને છે. આ પુરુષબીજ અને વીર્યગ્રંથીમાંથી સ્ત્રાવ વાળુ વીર્ય હસ્તમૈથુન કે સમાગમ વખતે બહાર આવે છે.


૧૧. અવારનવાર સલામત જાતિય સંબંધો વિશે સાંભળીએ-વાંચીએ છીએ, એનો અર્થ ખરેખર શું થાય?
જાતિય પ્રવૃત્તિઓ કે જેમાં જાતીય રોગ થવાની કે ફેલાવાની શક્યતા કે જોખમ ન હોય તેને સલામત જાતિય પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે એકબીજાને ભેટવું, હાથ મિલાવવા, અડવું કે સામેના પાત્ર સાથે હસ્તમૈથુન કરવું એ સલામત જાતિય પ્રવૃત્તિ છે. પરંતુ નિરોધ પહેર્યા વિના એકથી વધુ વ્યક્તિઓ સાથે જાતીય સમાગમ કરવો સલામત જાતીય પ્રવૃત્તિ નથી.

૧૨. સમલિંગી જાતિયતા શું છે?
એક જ જાતિ એટલે કે પુરુષ-પુરુષથી અને સ્ત્રી સાથે સ્ત્રીના જાતિય સંબંધોને સમલિંગી જાતીયતા કહેવાય છે.

૧૩. સેક્સને કંટ્રોલ કરવા શું કરવું જોઈએ?
સેક્સને કંટ્રોલ કરવા સેક્સ ઉત્પન્ન થાય તેવા ચિત્રો જોવા નહિ, એવા પુસ્તકોનું વાંચન કરવું નહી. સારા સારા પુસ્તકોનું વાંચન કરવું. પ્રાર્થના, યોગ, કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ, રમત-ગમત વિગેરે પ્રવૃત્તિઓમાં મન પરોવવું. સાથીદારી સારા રાખવા. લક્ષ્ય ધ્યેય તરફ રાખવું.

૧૪. મારું લીંગશીલ તૂટ્યું નથી તેથી લીંગ ઉભુ થાય ત્યારે દુખાવો થાય તો શું કરવું?
ડૉક્ટરનો સંપર્ક કરવો. નાના ઓપરેશનથી લિંગ ઉપરની ચામડી આગળ હોય તો તે સરખી કરી આપવામાં આવે છે.

૧૫. જાતીય આનંદ માણવા કે સ્ત્રીને જાતીય આનંદ આપવા માટે પુરુષનું લીંગનું કદ મોટું ને લાંબુ હોવું જરૂરી છે?
આ સાચું નથી અને આ માટે છોકરાઓએ પણ તાણ અનુભવવાની જરૂરી નથી. સ્ત્રીઓના યોનીમાર્ગનો આગળનો clitoris ભાગ સંવેદનશીલ હોય છે. આથી જો પુરુષનું લીંગ નાનું હોય તો પણ સ્ત્રી જાતીય આનંદ માણી શકે.

૧૬. એક કરતાં વધારે સ્ત્રી-છોકરી સાથે જાતીય સંબંધથી પુરુષનાં પૌરુષ્યમાં વધારો થાય છે?
ના, એવું થતું નથી, આવું કરવાથી ઘણા લોકોની જીંદગી બરબાદ થાય છે. કોન્ડોમ વિના જો કોઈ પુરુષ વધારે સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખે છે તો તેથી જાતીય સંસર્ગજન્ય ચેપ લાગવાનાં જોખમો ઘણાં વધી જાય છે. એચ.આઈ.વી. જેવા ચેપથી જીંદગી પણ ગુમાવવી પડે છે.

૧૭. પ્રેમ અને જાતીય સંબંધમાં શું તફવત છે?
પ્રેમની કોઈ પરિભાષા નથી. કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિ માટે પ્રેમ હોવાને કારણે વ્યક્તિને પોતાનીપ્રિય વ્યક્તિઓ માટે ભાવુકતા, રોમાંચક લાગણીઓ, પોતાપણાની ભાવના થઈ શકે છે. જાતીય સંબંધ એ શારીરિક પ્રક્રિયા છે. બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરતાં હોય તો એ જરૂરી નથી કે તેઓ જાતીય સંબંધ ધરાવતા જ હોવા જોઈએ. પ્રેમ પવિત્ર અને ઉદાત્ત હોઈ શકે. શરીરની વાસના, તૃપ્તીનું સાધન ન હોઈ શકે.

૧૮. વીર્ય ઓછી માત્રાથી કંઈ નુકશાન થાય છે?
નુકશાન થતું નથી. વીર્યમાં પુરુષબીજ હોવા જરૂરી છે જે ગર્ભ બનવા માટે જરૂરી છે.

૧૯. વીર્યનો રંગ તથા માત્રા કેવી હોવી જોઈએ?
સામાન્યતઃ બે થી ત્રણ એમ.એલ. જેટલું વીર્ય નીકળે છે. આછા સફેદ રંગનું હોય છે. જાતીય તૃપ્તિ માટે આ જરૂરી નથી. તે ઘણી વસ્તુઓ ઉપર આધાર રાખે છે. જેમ કે ઉત્તેજના, બે ક્રિયા વચ્ચેનું અંતર, ઉંમર, ઉંમર વધવા સાથે વીર્ય પીળુ (આછું) પડતું જાય છે. અને થોડી માત્રામાં પણ
ઘટાડોથાય છે, પણ તેની ક્રિયાશીલતા સાથે કોઈ લેવા દેવા નથી.

૨૦. વીર્યનો સંગ્રહ કરવો જોઈએ?
એમાં સંગ્રહ જેવું કાંઈ હોતું નથી. તેનો સંગ્રહ કરવાથી વ્યક્તિની શરીર બંધારણ કે ઉંમર સાથે કોઈ ફેરફાર થતો નથી. મનનો નિગ્રહ જરૂરી કરવો.

૨૧. પુરુષબીજ ક્યાં બને છે?
૧૩ કે ૧૪ વર્ષની ઉંમરની આસપાસ પુરુષોમાં પુરુષબીજ બનવાનું શરૂ થાય છે. પુરુષબીજ શુક્રપીંડમાં બને છે, રોજના કરોડથી પણ વધારે સંખ્યામાં પુરુષબીજ બને છે.

૨૨. પુરુષને શું વારંવાર વીર્ય નીકળવાથી નબળાઈ આવી શકે?
સમાગમ બાદ વીર્ય નીકળતી વખતે પુરુષનાં આખા શરીરનાં સ્નાયુ સંકોચાય છે, સમાગમમાં હૃદયને વધુ કામ કરવાથી તેને થોડી ક્ષણો માટે થાક લાગે છે, પરંતુ વીર્ય નીકળવાથી શરીરની કોઈ શક્તિ જતી રહેતી નથી કે નબળાઈ આવતી નથી.

૨૩. શું કિશોરાવસ્થામાં સેક્સ ના કરવો જોઈએ? કરવો જોઈએ તો કેટલો?
કિશોરાવસ્થામાં જીવનમાં કંઈક બનવાનો સમય છે, જ્ઞાન મેળવી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપવું વધુ જરૂરી છે, આવા સેક્સના વિચાર આવે ત્યારે કંઈક સારા વાંચન કે રમતગમતમાં મન પરોવવું. યોગ, કસરત કરી મન પર કાબુ મેળવવો. જીવનનું લાંબા ગાળાનું ધ્યેય પહેલા નક્કી કરવું. સામાજીક રીતરિવાજ મુજબ લગ્નબાદ જાતીય સંબંધો રાખી, બાળક આવે તે થાય છે.

૨૪. કિશોર અવસ્થામાં વિજાતીય આકર્ષણ કેમ થાય છે?
છોકરાને છોકરી સાથે વાતચીત કરવાનું મન થાય કે છોકરીને છોકરા સાથે પરિચય કેળવવાની ઇચ્છા થાય તે બહુ સાહજિક છે. અંતઃસ્ત્રાવોનાં ફેરફાર થાય છે તેને લીધે આમ બને છે. પરસ્પરનું આકર્ષણ થવું તે કુદરતી ઘટનાક્રમ છે. એમાં કેટલા હદે આગળ વધવું તે નક્કી કરવું જરૂરી છે.

૨૫. વિજાતીય મૈત્રીને ખરાબ કેમ માનવામાં આવે છે?
આ તબક્કે થતાં શારીરિક અને માનસિક લાગણીમાં ફેરફારો ના કારણે જાતીય પ્રવૃત્તિમાં ખોટા નિર્ણયો ન લેવાય તે હેતુથી સમાજ અને માતાપિતા નિયંત્રણ મુકે છે. છોકરી કુંવારી મા બને તો સમાજ તેનો સ્વીકાર કરે નહી. એક કરતા વધુ વ્યક્તિ જોડે વિજાતીય આકર્ષણ થઈ શારીરિક સંબંધો બાંધે તો એચ.આઈ.વી. જેવા ચેપ પણ લાગી શકે છે અને બંને જીંદગી બગડી શકે છે.

૨૬. દાઢીમુંછ કેટલા વર્ષ પછી ઉગે છે?
છોકરો કિશોરાવસ્થામાં ૧૨-૧૩ વર્ષનો થાય એટલો હોર્મોન્સનાં અસરથી શારીરિક ફેરફાર થાય છે તેનાં કારણે દાઢી મૂંછ ઉગે છે.

૨૭. ડેટીંગ શું છે?
છોકરા-છોકરીઓ સાથે થોડો સમય પસાર કરવો કે હરવા ફરવા જવું તેને અંગ્રેજીમાં ‘ડેટીંગ' કહે છે.

૨૮. આંતરગોળીની નસ ફુલી જાય તો શું કરવું જોઈએ?
જો આવું કંઈપણ થાય તો જાતે ઇલાજ કે ઉંટવૈદુ ન કરતાં. સર્જન ડૉક્ટરનો બતાવી યોગ્ય સારવાર લેવી. હર્નીયા કે હાઈડ્રોસીલ હોઈ શકે. તેની સારવાર થઈ શકે છે.

૨૯. લગ્ન પહેલા કઈ કઈ બાબતોની તપાસ કરવી જરૂરી છે?
લગ્ન પહેલા યુવક અને યુવતી બંને કેટલીક લોહીની તપાસ કરવી જોઈએ.
– થેલેસેમિયા જેવા લોહીના ગંભીર રોગવાળા બાળક જન્મતાં અટકાવી શકાય. સીકલસેલ એનિમીયા ટ્રેટ કે ડીસીજ હોય તો નોર્મલ સાથી પસંદ કરવો.
– લોહીનું બ્લડગ્રુપ જાણી લેવું. નેગેટીવ છે કે પોઝીટીવ. પ્રસુતી બાદ કે ગર્ભાવસ્થા દરમ્યાન, એન્ટી-ડી નામનું ઇંજેકશન સ્ત્રીએ લેવું પડે જેથી એવા વિરોધી પ્રકારનાં લોહીનાં કારણે માતા તેમજ નવજાત શિશુ, ગર્ભસ્થ શિશુને થનારી સંભવિત વિપરીત અસરો સામે રક્ષણ મળે.
– લગ્ન પહેલા લોહી ચડાવવામાં આવ્યું હોય તો એચઆઈવી/એઇડસ જેવા રોગ માટે લોહીનું પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે.

૩૦. લાગણીઓ બીજા પાસે કેટલી વ્યક્ત કરવી જોઈએ?
જેની પાસે તમને સાંભળવાનો સમય છે તેવા તમારુ ભલુ ઈચ્છતા ઇષ્ટ મિત્ર એમની પાસે તમારી લાગણી જરૂર વ્યક્ત કરો. બીનજરૂરી વાતો કે ખાનગી માહિતી આપવાથી દૂર રહો. જો લાગણી વ્યક્ત કરવામાં ન આવે અને તે એકત્રિત થતી જાય છે અને આવી સંગઠિત થયેલી લાગણીઓથી શરીરને તકલીફ થઈ શકે. જેમ કે માથાનો દુઃખાવો અને ચિડીયાપરાણું. તમારી લાગણીઓ લખવાની ટેવ પાડીને કે ચિત્ર દોરવાની આવડત વિકસાવી એ રૂપે પણ વ્યક્ત થઈ શકે છે.

૩૧. એઇડ્સ એટલે શું?
એઇડ્સ એટલે ‘એકવાયર્ડ ઇમ્યુનો ડેફીયીસન્યસી સિન્ડ્રોમ', રોગ પ્રતિકારક શક્તિની ખામીથી મેળવેલા અનેક રોગોના લક્ષણોનો સમૂહ જેમાં એચ.આઈ.વી. ના કારણે રોગો સામે લડવાની શારીરિક શક્તિ નબળી પડે છે અને ટી.બી. જેવા અનેક રોગો પણ લાગુ પડે છે.

૩૨. એઇડ્સ સૌથી પહેલા કયાં અને ક્યારે નોંધાયો હતો?
એઇડ્રેસનો રોગ સૌ પ્રથમ ૧૯૮૧માં અમેરિકામાં થયો હતો. તેના વાયરસ વાંદરામાંથી આવ્યા છે.

૩૩. એઇડ્સ કેવી રીતે ફ્લાય છે?
એચઆઇવી પોઝીટીવ હોય તેવી વ્યક્તિઓના એઇડ્સનાં વાયરસ મુખ્યત્વે લોહી, વીર્ય કે યોનિસ્ત્રાવ કે શરીરના અન્ય સ્ત્રાવોમાં જોવા મળે છે. એઇડ્સ ફેલાવાના મુખ્ય કારણો :
– અસુરક્ષિત જાતીય સમાગમ કરવાથી
– એચ.આઈ.વી. પોઝીટીવ દાતાનું લોહી ચઢાવવાથી
— જંતુમુક્ત કર્યા સિવાયના સોય, સીરીજ, બ્લેડ કે શસ્ત્રક્રિયાના વિવિધ ઓજારો દ્વારા.
– એઇડ્રસના ચેપ ધરાવતી માતા ગર્ભસ્થ શિશુને આ રોગ મળે છે.

૩૪. વિન્ડો પિરિયડ એટલે શું?
HIV નો ચેપ લાગ્યા પછી શરીરને રોગપ્રતિકારક તત્ત્વો સારા એવા પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં જે સમય લાગે છે તેને વિન્ડો પિરિયડ કે બારી સમયગાળો કહે છે. આ સમયગાળો ૬ અઠવાડિયાથી છ માસ સુધીનો હોઈ શકે છે. ત્યારબાદ જ HIV નો ટેસ્ટ પોઝીટીવ આવીશકે છે. એટલે કે HIV નો ચેપ શરીરમાં લાગ્યા પછી એચ.આઈ.વી. ટેસ્ટ ત્રણ મહિના સુધી નેગેટીવ આવી શકે છે.

૩૫. એઇડ્સ રોગ પુરુષને લાગે?
હા, ચોક્કસ થઈ શકે જો સાવધાની ના રાખે તો, અસુરક્ષિત જાતીય સમાગમ કરવાથી થઈ શકે.

૩૬. HIV નો ચેપ લાગ્યા પછી એઇડસનો રોગ લાગુ પડતા કેટલો સમય લાગે છે?
HIV નો ચેપ લાગ્યા પછી તરત જ એઇડ્રસનાં લક્ષણો જણાતા નથી. ચેપ લાગ્યા બાદ લક્ષણો અને ચિન્હો દેખાવા સુધીનાં આ સમયને ઇક્યુબેશન પિરિયડ કહે છે. તે દરેકના પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે.

૩૭. એઇડૂસથી બચવા શું કરવું જોઈએ?
– સંયમ જાળવવો. એક જ વફાદાર સાથી રાખવો.
– ચેપ ન હોય તેવા એક માત્ર વિશ્વાસપાત્ર જીવનસાથી પૂરતું જ મર્યાદિત જાતીય જીવન રાખવું.
– જાતીય સંબંધ વખતે નિરોધનો ઉપયોગ કરવો.
– ધંધાદારી રક્તદાતાનું ચકાસ્યા વિનાનું લોહી ન ચઢાવવું જોઈએ.
– સોય-સિરિજ અને શસ્ત્રક્રિયાના સાધનોને જંતુમુક્ત કર્યા પછી જ વાપરવા.

૩૮. ખરાબ સ્વપ્ન આવે તો શું કરવું?
સારા વિચાર, સારું વાંચન, સારી સંગાથ કરવી. ઉત્તેજક ચિત્રો કે ચલચિત્રો ન જોવા. સુતી વખતે ભગવાનની પ્રાર્થના કરી મન શાંત કરી સુઈ જવું.

૩૯. ગુપ્તભાગમાં વાળ કેમ ઉગે છે ? દાઢી-મૂછ, બગલમાં વાળ કેમ ઉગે છે?
તે આપણા શરીરનાં વિકાસનાં ભાગરૂપે છે. કિશોરાવસ્થામાં નીકળતાં અંતઃસ્ત્રાવો/હોર્મોન્સનાં અસરથી ગુપ્તભાગમાં વાળ ઉગે છે. દાઢી-મૂછ આવે છે. તે બધા માટે સામાન્ય છે.

૪૦. લગ્ન માટે યોગ્ય ઉંમર કઈ હોવી જોઈએ?
છોકરીઓ માટે ૧૮ વર્ષ અને છોકરાઓ માટે ૨૧ વર્ષ એ લગ્નની યોગ્ય ઉંમર કહી શકાય જેથી તેમના પ્રજનન અંગોનો અને શારીરિક, માનસિક વિકાસ થયેલો હોય.

૪૧. બળાત્કાર (Rape) એટલે શું?
જ્યારે પુરુષ સ્ત્રી સાથે મરજી વિરુદ્ધ જાતીય સમાગમ કરે ત્યારે એને બળાત્કાર કહેવાય છે. કાયદાકીય રીતે આ ગુના માટે આજીવન કેદની સજા છે. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને શારીરિક નુકસાન તો થાય છે પણ સાથે માનસિક રીતે તે ભાંગી પડે છે.


Comments

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

પટાવાળાના પિતરાઈઓ

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂