Posts

Showing posts from May, 2021

વન્યજીવન - જાણવા જેેવું

Image
૧. કાર્નિવોરા (Carnivora) ગણ (Order)નું નાનામાં નાનું પ્રાણી લિસ્ટ વીઝલ  (Last Weasel) (Mustela Vivalis) છે, જેનું માથું અને શરીરનું કદ  ૧૩૫-૮૫ મી.મી., પૂંછડી ૩૦-૪૦ મી.મી. અને વજન ૩૫-૩૦ ગ્રામ  હોય છે. જયારે આ ગણમાં મોટામાં મોટું ગ્રીઝલી અથવા બદામી રીછ કે જે  દક્ષિણ અલાસ્કાના દરિયા કિનારા તરફ જોવા મળે છે. તેનું માથું અને શરીરની  લંબાઈ ૨૮૦૦ મી.મી. અને વજન ૭૮૦ કિલો સુધીનું હોય છે.  ૨. ઘણાં કાર્નિવોરા (Carnivora) કે જેમાં શ્વાન અને બિડાલ કુળનો સમાવેશ  થાય છે. તે ડીજીટીગ્રેડ (Degitigrade) હોય છે. એટલે કે તે તેમના અંગુઠાઓ  ઉપર ચાલતા હોય છે. જયારે ઉર્સીડ (દાત. રીંછ) પ્લેન્ટીગ્રેડ (Plentigrade)  હોય છે. એટલે કે તેઓ પગની એડી જમીન ઉપર અડે તે રીતે ચાલતાં હોય છે. ૩. ફેનેક ફોકસ (Fenned Fox) નામની લોંકડી કે જે મોરોક્કો, નાઈજિરિયા,  ઈજિપ્ત અને સુદાન દેશોમાં થાય છે તે સ્થાનકુળનાં પ્રાણીઓમાં સૌથી નાનામાં  નાનું પ્રાણી છે કે જેનું માથું અને શરીરની લંબાઈ ૩૫૭-૪૦૭ મી.મી., પૂંછડી  ૧૭૮-૩૫૦ મી.મી. અને વજન ૧.૦ થી ૧.૫ કિલો જેટલું હોય છે, તેના  કાન ૧૦૦ થી ૧૫૦ મી.મી. લાંબા હોય છે. ૪. નાર અથવા વરુ શ્વા

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - આ ત્રણે દેવોમાં સર્વશ્રેષ્ઠ દેવ કોણ?

Image
એકવાર  સરસ્વતી નદીના કિનારે સર્વ ઋષિઓ યજ્ઞ કરવા બેઠા, ત્યારે  તેમને જાણવાની ઇચ્છા થઈ કે ત્રણે દેવોમાં કોને મોટા ગણવા?  આ માટે તેમણે બ્રહ્માના પુત્ર ભૃગુઋષિને તપાસ કરવા મોકલ્યા. ભૃગુઋષિ પ્રથમ બ્રહ્માજીની  સભામાં જઈ પ્રણામ કે સ્તુતિ  કર્યા નહિ, તેથી બ્રહ્માજી ક્રોધાયમાન થયા, પણ પોતાનો પુત્ર  જાણી ક્રોધને વશમાં કર્યો.  ત્યાંથી ભૃગુઋષિ કૈલાસ પર ગયા. શં કર ભગવાને ઊભા થઈ તેમને ભેટવાની તૈયારી કરી, પણ ભૃ ગુઋષિએ તેમને 'તું તો અવળે માર્ગે જનારો છે.' એમ કહી  ભેટવાની ઇચ્છા ન કરી. તેથી શંકરજી ત્રિશૂળ ઉગામી તેનો નાશ  કરવા તૈયાર થયા, પણ પાર્વતીજીએ તેમને શાંત કર્યા. ભૃગુઋષિ ત્યાંથી વૈકુંઠ ગયા, ત્યારે વિષ્ણુ ભગવાન  લક્ષ્મીજીના ખોળામાં સૂતા હતા. ભૃગુઋષિએ તેમને છાતીમાં  લાત મારી, એટલે ભગવાને ઊભા થઈ તેમને પ્રણામ કરી,  વિનયપૂર્વક બેસાડી પગચંપી કરતા બોલ્યા : “હે બ્રહ્મન્! આપના  અત્યંત કોમળ પગને મારી કઠોર છાતીમાં પાટુ મારવાથી આપના  પગમાં વાગ્યું તો નથી ને?''  ભગવાન વિષ્ણુની વાણી સાંભળી ભૃગુ શાંત અને તૃપ્ત થયા.  તેમનાં નેત્રોમાં આંસુ આવી ગયા.  તેઓ પાછા સરસ્વતી નદીના  કિનારે પાછા આવ

સરકાર

Image
સમગ્ર દુનિયામાં અમેરિકનોની સંખ્યા ભલે ઓછી હોય પણ તેમના  રૂપિયા વિશ્વમાં બધે ફરી વળેલા જોવા મળે છે. દેશના અડધા લોકો એમ વિચારતા હોય છે કે સરકાર તેમના માટે કાંઈક  કરશે, જ્યારે બાકીના અડધા લોકોને વિશ્વાસ છે કે સરકાર તેમના માટે કાંઈ  કરશે નહીં. જ્યારે બધા જ ઉપાયો ખતમ થઈ જાય ત્યારે જ સરકાર અને માણસ  સમજણપૂર્વક, ડહાપણ વાપરીને વર્તે છે. બાળકોને એ નથી સમજાતું કે જે દેશ એટમબોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, ન્યુટ્રોન  બોમ્બ અને અનેક મિસાઈલો બનાવે છે તે સૂતળી બોમ્બ, રોકેટ જેવા ફ ટાકડા પર શા માટે પ્રતિબંધ લગાવે છે. જો માતા-પિતા તેમનાં બાળકોને ઘરમાં કાબૂમાં રાખી શકતાં ન હોય તો  પછી સરકાર તેમને શેરીઓમાં કે રસ્તા પર કેવી રીતે કાબૂમાં રાખી શકે? મંદિરો કહે છે કે પૈસા જ બધું નથી જયારે સરકાર કહે છે પૈસા સિવાય  કાંઈ નથી. ખેડૂતોને હરીફોનો ડર નથી પણ તેમને સરકાર અને તેમની નીતિથી  બચવા રક્ષણની જરૂર છે. પહેલાં લોકો કહેતા કે હે ભગવાન અમને બચાવ, હવે લોકો આ વાત  સરકારને કરે છે. અમેરિકાનો પ્રમુખ હર્બટ હુવરે પોતાનો પગાર સરકારને પાછો આપી  દીધો હતો. હવે સરકાર એવી આશા બધા પાસે રાખે છે. સરકારની હવે ચાર શાખાઓ છે (૧) સં

કિશોરીઓને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો

Image
૧. માસિક એટલે શું? છોકરી જ્યારે ૧૨ થી ૧૫ વર્ષની ઉંમરે પહોંચે તે સમયે મગજમાં  રહેલ પીટ્યુટરી ગ્રંથીમાંથી નીકળતા અંતસ્ત્રાવો (હોમન્સ) એટલે FSH ફોલીકલ,  (સ્ટીમ્યુલેટીંગ હાર્મોન) અને LH (લ્યુટીલાઇઝીંગ હાર્મોન)  અંતઃસ્ત્રાવોની અસરથી  બીજાશયમાં સ્ત્રીબીજ પરીપક્વ થાય છે. જો સ્ત્રીબીજ અને પુરુષબીજ મળે  તો તેમાંથી બનતા ગર્ભને ગર્ભાશયમાં યોગ્ય સ્થાન આપવા ગર્ભાશયની  ગાદી જાડી થઈ જાય છે, પરંતુ પુરુષબીજ ન મળવાથી સ્ત્રીબીજ મરી જાય  છે એટલે ગર્ભાશયની ગાદી ખરીને ગર્ભાશયમાંથી કાયા વાટે માસિક રૂપે  બહાર આવે છે. ગર્ભાશયની ગાદીમાંથી થતાં આ સ્ત્રાવને માસિક સ્ત્રાવ કહે છે.  તે સ્ત્રાવ દર મહિને થતો હોવાથી તેને માસિક કહે છે. તે કુદરતી છે.  દરેક સ્ત્રીને આવે છે. ૨. માસિક દરમ્યાન પેટમાં કેમ દુઃખે છે? ગર્ભાશયમાંથી લોહી આવે ત્યારે ગર્ભાશયનું સંકોચન થવાથી થોડો  દુખાવો થાય છે તે સામાન્ય છે.  કોઈને ખૂબ દુખાવો થાય તો ડૉક્ટરને બતાવવું. માસિક દરમ્યાન મોટે  ભાગે પેઢુમાં ભારેપણું, વધારે પેશાબ, બેચેની, ચીડીયાપણું, પગ, માથું દુ:ખે,  વગેરે. તકલીફો શરૂઆતના બે દિવસ થાય છે. જરૂર પડે દુ:ખાવાની ગોળી  લેવી. ગરમ પાણીની

કિશોરોને કિશોરાવસ્થાએ મૂંઝવતા પ્રશ્નો

Image
૧. વીર્ય એટલે શું ? એની અગત્યતા સમજાવો અને એનાથી કઈ મુશ્કેલી  થાય? કિશોરાવસ્થામાં પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન નામનાં અંતઃસ્ત્રાવથી વીર્યગ્રંથીમાં  સફેદ રંગનું વીર્ય બને છે. શુક્રપીંડમાં શુક્રકોષ (પુરુષબીજ) બને છે, જેથી  પુરુષોમાં આવેલ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ ચીકણો સ્ત્રાવ ભળે છે. આ પુરુષબીજ જાતિય ઉત્તેજના વખેત વીર્યમાં આવીને બહાર આવે છે. ૨. મૂત્ર સાથે વાત) સફેદ પ્રવાહી જવું તેની સારવાર જરૂરી છે? ના, તે કોઈ રોગ નથી, તે જે પેશાબની નળીની આજુબાજુ ગ્રંથી આવેલી  છે તેનો સ્ત્રાવ છે. (સ્પેશ્મા) તે ઘણી વખત પેશાબ માટે જોર કરવાથી  અથવા દબાણમાં આવવાથી પણ સાથે પડે છે. સફેદ પાણી. (ઘાત)ની દવા  અહીં મળશે તેવી જાહેરાત એ સાવ ખોટી છે, પરંતુ પીળા રંગનું પ્રવાહી  (ઘાત) હોય તો સારવાર કરાવવી જરૂરી છે. ૩. સેક્સ ઉત્પન્ન થાય તો શું કરવું? મનને બીજી તરફ વાળવું. સેક્સ ઉત્પન્ન થાય તેવા પિક્ચર ના જોવા  પણ સારું વાંચન કરવું, કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ, રમત-ગમત વગેરે. કરવું. ૪. હસ્તમૈથુન લગ્ન પછી કરી શકાય? લગ્ન પહેલા કે પછી કરી શકાય, તે એક સામાન્ય ક્રિયા છે. તે બીજા  પાર્ટનરમાં બિમારી તથા જુદા રહેવાના સમય દરમ્

સત્ય

Image
સત્ય ખૂંચે છે. ખાસ કરીને જયારે આપણા વિશે કોઈ કહે ત્યારે. સાચું બોલવા છતાં કયારેક નાક પર મુક્કો ખાવો પડે છે. સત્ય લોકપ્રિય નથી પણ તે હંમેશાં સાચું હોય છે. જો કોઈ એમ કહે કે, “હવે હું તમને સત્ય વાત કહેવા જઈ રહ્યો છું."  તો તમને મનમાં તરત જ પ્રશ્ન થાય છે કે અત્યાર સુધી તે શું કહેતો હતો? જો સત્યને લાંબા સમય સુધી વળગી રહો તો તે બધી જ દલીલો જીતી  જશે. સત્ય એટલું જિદ્દી છે કે તે કોઈની માફી માંગતું નથી. સત્ય સાંભળવા છતાં ન માનવાથી તે સત્ય મટી જતું નથી. સત્ય માટે સારી વાત એ છે કે સત્ય બોલ્યા પછી યાદ રાખવું પડતું નથી  કે શું બોલ્યા હતા. સત્ય કોઈથી ડરતું નથી સિવાય કે તેને છુપાવવામાં આવે છે. જૂઠ છુપાવવા જેટલું સત્ય કહેવું કયારેક ઘણું અઘરું હોય છે. સત્યનો કોઈ પર્યાય નથી. સત્યનો ઉપયોગ કરવો જ સત્યનું સન્માન કરવા બરાબર છે. સત્ય ઘણું જ કીમતી હોય એમ માની લોકો ક્યારેક કયારેક જ વાપરે છે. દરેક સત્ય સાચાં છે પણ સરખાં અગત્યતા ધરાવતા નથી. બે અર્ધસત્ય એક પૂર્ણ સત્ય એમ ન માનવું. સત્યના મંદિરને લક્કડડખોદની માફક બહારથી અને ઊધઈની માફક  અંદરથી કોઈ નુકસાન પહોંચાડી શક્યું નથી. સત્ય જયારે આપણા પક્ષમાં

AR Emoji Stickers by Universe

Image
AR Zone: AR Emoji AR Emoji Camera AR Emoji Studio AR Emoji Editor AR Emoji Stickers AR Doodle Deco Pics Picture Links

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

પટાવાળાના પિતરાઈઓ