Vansda National Park

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
वाँसदा नेशनल पार्क
Vansda National Park

વાંસદા નેશનલ પાર્ક પ્રવેશદ્વાર:
નાનીવઘઈ (કિલાદ), વઘઈ નજીક, તા.વાંસદા,
જિ.નવસારી, રાજ્ય: ગુજરાત, દેશ: ભારત.

મુખ્ય ઓફિસ (મુખ્યમથક):
નવતાડ, તા.વાંસદા, જિ.નવસારી, રાજ્ય: ગુજરાત, દેશ: ભારત.

વિસ્તાર: 23.99 ચો.કિ.મી.

સંચાલક: ભારત સરકાર

વનવિભાગ: દક્ષિણ ડાંગ

જંગલ પ્રકાર: ભેજવાળું પાનખર જંગલ

મુખ્ય પ્રાણી: દિપડો

વિશેષતા: જાયન્ટ વુડ સ્પાઇડર, રેકેટ જેવી પૂંછડીવાળો
કાળીયો કોશી, જંગલી કેળ અને વેલ,ઝરણાંઓ વગેરે.

સ્થાપના: ઈ.સ. 1979 (તેનાં પહેલાં તે વાંસદાનાં રાજાનાં તાબામાં હતું.)વૃક્ષો:
સાગ,સાલ,વાંસ(કાટસ અને માનવેલ),સીસમ,હળદરવો,શીમળો,
મહુડો,વડ,પીપળો,બીલી,ઉમરો,ઉમરડો,આંબો,
શીરીષ,ગુલમહોર,ગરમાળો,સાદડો,અર્જુનસાદડ,
આવળમીંડી,જાંબુડો,જંગલી વેલ વગેરે.
સાટોડી,અરીઠા,આવળ,કરંજ,કરમદા,
હરડે,ખેર,શતાવરી,લીમડો,નગોડ,બહેડો,
ખાખરો(કેસુડો),આંકડો,નીલગીરી,રતનજોત,
બોરડી,જંગલીકેળ,બીયો,ગળો,અધેડો,
મેહોગની,તાડ,કદંબ,આમળાં,ટીમરુ,આમલી વગેરે.


પ્રાણીઓ:
દિપડો,ઝરખ,ચિત્તલ,ચૌશિંગા,ભેકર,
જંગલી ભૂંડ,નાનુંવનીયર,કીડીખાઉ,શિયાળ,
ચકતાંવાળી બિલાડી,તાડી બિલાડી,તામ્રવર્તી ચકતાંવાળી
બિલાડી,વરુ,જંગલીકુતરો,ઉડતીખિસકોલી,ખિસકોલીઓ,
સસલું,ઉંદરો,શાહુડી,શેળો,ઘો,પાટલા ઘો,માંકડુ,બોનેટ
માંકડુ,હનુમાન વાંદરો વગેરે.


પક્ષીઓ:
સમડી,મધિયોબાજ,ચકલીઓ,દરજીડો,
બુલબુલ,લક્કડખોદ,ગરૂડ,શકરો,ઘુવડ,બાજ,
મોર,સુહાગણ,નીલમહોલી,હરેવાં,પીળક,
કંસારો,કાકાકૌવો,શ્વેતનયના,ધોમડો,
સુગરી,ફુલસુંઘણી,બગલો,કાગડો,નાચણ,
પાનલવા,પાનબગલી,ફાટીચાંચ,
ઊલટીચાંચ,ફુત્કીઓ,શક્કરખોરો,વાગોળ,
ચામાચિડિયું,કાબર,મેના,ચીબરી,રેવીદેવી,
ભીમરાજ,કાળીયોકોશી,કોયલ,દૂધરાજ,
પોપટ(પેરાકીટ),કપાસી,ઝુમ્મસ,રાજાલાલ,
રાખોડીચિલોત્રો,કસ્તુરો,નીલરંગી,ખેરખટ્ટો,
બપૈયો,નીલકંઠ,ચાતક,ચાષ,જંગલી મરઘાં,
લેલું વગેરે.


સાપો: (38 જાતનાં)
ઝેરી: નાગ,કાળોતરો,ખડચિતરો,ફુરસો.
બીનઝેરી: ધામણ,અજગર,તામ્રપીઠ,ચાકરણ,આંધળી ચાકરણ,રૂપસુંદરી,લીલવણ,બિલાડી સાપ વગેરે.

જીવજંતુઓ:
121 જાતનાં કરોળિયાં, 30 થી વધુ જાતનાં દેડકાં,
અનેક જાતનાં પતંગિયાઓ, ફૂદાંઓ,વંદાઓ,
તેમજ અન્ય જીવજંતુઓ.

સ્થાનિક લોકો: ઢોડિયા,કુકણા,કુમ્બી,વારલી,મુસ્લિમ,
પારસી,ભીલ,નાયકા વગેરે. (મૂળ:આદિવાસીઓ).


પાર્કનો સમય: સવારે 8:00 થી સાંજે 5:00 સુધી.
ફરવાનો રસ્તો અને સમય: એક થી દોઢ કલાકનો,
6 કિ.મી.નો રસ્તો છે. પાર્કમાં ઉતરવું નહીં.
સરકારી વાહનની સગવડ નથી.(પોતાનું વાહન લઈને જવું.)

નોંધ: 15 જુન થી 15 ઓક્ટોબર સુધી નેશનલ પાર્ક બંધ રહેશે.

પ્રવેશ ફી રકમ: (ફેરફાર થઈ શકે છે.)
1 થી 6 વ્યક્તિ માટે: ₹400
7 થી 15 વ્યક્તિ માટે: ₹1000
ભારે વાહનો માટે: ₹3500
માર્ગદર્શક (ગાઇડ) માટે: ₹100
કેમેરા માટે: ₹200 (નોંધ:મોબાઈલનો ચાર્જ લેવાતો નથી.)

નજીકના જોવાલાયક સ્થળો:
કિલાદ કેમ્પસાઈટ,રામ-સીતાનું ઝરણું,ગિરાધોધ,વઘઇ,
બોટાનિકલ ગાર્ડન-વઘઇ,મહાલ કેમ્પસાઈટ,પદમડુંગરી કેમ્પસાઈટ,દેવિનામાળકેમ્પસાઈટ,આહવા,સાપુતારા,
ગિરમાળ ધોધ,વાંસદા,તડકિયા હનુમાનજી મંદિર-નાનીવઘઈ,
અંબિકા નદી,ગરમ પાણીનાં કુંડ-ઉનાઈ,જાનકીવન-ખડકાળા,
ડોન,ગીધની વસ્તી-ગડત,પંપાસરોવર,શબરીધામ,સુબિર,
પાંડવ ગુફા,અંજનીકુંડ,માયાદેવી,પુર્ણા અભ્યારણ્ય વગેરે.


Comments

Post a Comment

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !